આવતીકાલે જાહેર થશે CSનું પરિણામ, જાણો ક્યારે અને કવી રીતે થશે ચેક
કંપની સેક્રેટરી પરિણામ 2022 તારીખ અને સમય જાહેર કરવામાં આવ્યો છે. ઈન્સ્ટિટ્યૂટ ઑફ કંપની સેક્રેટરીઝ (Company Secretaries) ઑફ ઈન્ડિયા એટલે કે, ICSIએ CS પ્રોફેશનલ અને CS એક્ઝિક્યુટિવ પરિણામ તૈયાર કર્યું છે. આ બંને પરિણામો ગુરુવાર, 5 ઓગસ્ટ 2022ના રોજ સવારે 11 અને બપોરે 2 વાગ્યે જાહેર કરવામાં આવશે. બંને માટે, સત્તાવાર વેબસાઇટ icsi.edu પર અલગ-અલગ લિંક્સ સક્રિય રહેશે. આના દ્વારા તમે CS પરિણામ 2022 ચેક કરી શકશો.
ICSI CS પ્રોફેશનલ પરિણામ 2022 માટેની લિંક 25 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યે સક્રિય થશે. તે જ સમયે, CS એક્ઝિક્યુટિવ પરિણામ 2022ની લિંક ત્રણ કલાક પછી એટલે કે બપોરે 2 વાગ્યે સક્રિય થશે. જે ઉમેદવારોએ આ પરીક્ષાઓ આપી હતી તેઓએ તેમનું એડમિટ કાર્ડ કાઢીને તૈયાર રાખવું જોઈએ. પરિણામ ચકાસવા માટે તેની જરૂર પડી શકે છે.
ICSI CS પરિણામ કેવી રીતે તપાસવું?
- કંપની સેક્રેટરીઝ ઇન્સ્ટિટ્યૂટની અધિકૃત વેબસાઇટ, icsi.edu પર જાઓ.
- નિયત સમયે તમને ICSI હોમ પેજ પર CS પ્રોફેશનલ રિઝલ્ટ લિંક અને પછી CS એક્ઝિક્યુટિવ રિઝલ્ટ લિંક મળશે.
- તમે જે પરિણામ જોવા માંગો છો તેના પર ક્લિક કરો.
- નવું પેજ ખુલશે. તમારું યુઝર આઈડી અને પાસવર્ડ દાખલ કરીને અહીં લોગિન કરો.
- તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે.
- તપાસ્યા પછી, તમારું સ્કોરકાર્ડ ડાઉનલોડ કરો.
CS પરિણામ પછી શું?
કંપની સેક્રેટરીના પરિણામની જાહેરાત પછી ઈ-પરિણામ કમ માર્ક્સ સ્ટેટમેન્ટ ICSIની સત્તાવાર વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. જો તમને પરિણામ જાહેર થયાના 30 દિવસની અંદર માર્ક્સ સ્ટેટમેન્ટની હાર્ડ કોપી પ્રાપ્ત ન થાય, તો તમે CS સંસ્થાનો તેમના અધિકૃત ઇમેઇલ id exam@icsi.edu પર સંપર્ક કરી શકો છો.