GATE 2023: 30 ઓગસ્ટથી શરૂ થશે રજીસ્ટ્રેશન
GATE 2023 પરીક્ષા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન 30 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યું છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) કાનપુર આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ (GATE) પરીક્ષાનું આયોજન કરશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો GATE પરીક્ષામાં બેસવા માટે ઓફિશિયલ વેબસાઇટ gate.iitkgp.ac.inની મુલાકાત લઈને ઑનલાઇન અરજી ફોર્મ ભરી શકે છે. રજીસ્ટ્રેશન ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે. આવી સ્થિતિમાં ઉમેદવારોએ છેલ્લી તારીખને ધ્યાનમાં રાખીને અરજી ફોર્મ ભરવાનું રહેશે.
પરીક્ષાની તૈયારી માટે પાંચ મહિનાનો મળશે સમય
ગેટ પરીક્ષાના અભ્યાસક્રમ મુજબ, પરીક્ષા 29 પેપર માટે લેવામાં આવશે. ઉમેદવારને GATE 2023 પરીક્ષાના એક અથવા બે કરતાં વધુ પેપરમાં હાજર રહેવાની મંજૂરી આપવામાં આવશે. જો કે, ઉમેદવારોએ પૂર્વ-નિર્ધારિત ‘બે પેપર કોમ્બિનેશન લિસ્ટ’માંથી બીજું પેપર પસંદ કરવાનું રહેશે. ‘ટુ પેપર કોમ્બિનેશન લિસ્ટ’ ટૂંક સમયમાં ઓફિશિયલ વેબસાઇટ પર રિલીઝ કરવામાં આવશે. ગેટની પરીક્ષા આવતા વર્ષે 4, 5, 11 અને 12 ફેબ્રુઆરીએ લેવામાં આવશે. આ રીતે, રજીસ્ટ્રેશન પછી, ઉમેદવારોને પરીક્ષાની તૈયારી માટે પાંચ મહિનાનો સમય મળશે.
રજીસ્ટ્રેશન માટે આ દસ્તાવેજોની જરૂર પડશે
- તે જ સમયે, રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થવાની તારીખ ખૂબ નજીક છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે રજીસ્ટ્રેશન દરમિયાન ક્યા દસ્તાવેજોની જરૂર પડશે.
- ઉમેદવારના ફોટા અને સહીની સ્કેન કરેલી કોપી
- વેલિડ ફોટો આઈડી (આધાર કાર્ડ/પાસપોર્ટ/ડ્રાઈવિંગ લાઇસન્સ/પાન કાર્ડ/મતદાર આઈડી/કોલેજ આઈડી)
- વિદેશી ઉમેદવારોને પાસપોર્ટ/સરકાર દ્વારા જાહેર કરાયેલા ID/કોલેજ IDની જરૂર પડશે.
- ડિગ્રી/પ્રોવિઝનલ/કોર્સ પૂર્ણ થવાનું પ્રમાણપત્ર
- 5મા/6ઠ્ઠા/7મા સેમેસ્ટરની માર્કશીટની પ્રિન્ટઆઉટ
- લાસ્ટ વર્ષના વિદ્યાર્થીઓને હોમ ઑફ ઇન્સ્ટિટ્યૂટ/ડીન/રજિસ્ટ્રાર/વિભાગના વડા દ્વારા શેર કરેલા ફોર્મેટ મુજબ કામચલાઉ પ્રમાણપત્રની જરૂર પડશે.
- જાતિ પ્રમાણપત્ર (જો જરૂરી હોય તો)
- PWD પ્રમાણપત્ર (જો જરૂરી હોય તો)
- માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ તેમની લાયકાતની ડિગ્રી અપલોડ કરવાની રહેશે.
આ ઉપરાંત બેકલોગ ધરાવતા વિદ્યાર્થીઓએ તેઓ જ્યાં અભ્યાસ કરી રહ્યા છે તે સંસ્થા દ્વારા જાહેર કરાયેલી તેમની અંતિમ વર્ષની માર્કશીટની નકલ સબમિટ કરવાની રહેશે. ફીની ચુકવણી કરવા માટે, ઉમેદવારોએ તેમના ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા UPIનો ઉપયોગ કરવામાં આવશે. ઉમેદવારોને વધુ અપડેટ્સ માટે ઓફિશિયલ વેબસાઇટ પર નજર રાખવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય ઉમેદવારો માટે GATE પરીક્ષા સંબંધિત દરેક માહિતી TV9 ગુજરાતી વેબસાઈટ પર પણ ઉપલબ્ધ હશે.