આઈઆઈટી બોમ્બે દ્વારા યોજાનારી જેઈઈ એડવાન્સ 2022 (JEE 2022)ના ટાઈમ ટેબલમાં ફેરફાર
JEE Advance 2022 : આઈઆઈટી બોમ્બે (IIT Mumbai) દ્વારા યોજાનારી જેઈઈ એડવાન્સ 2022 (JEE 2022)ના ટાઈમ ટેબલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ પરીક્ષા હવે ઓગસ્ટમાં યોજાશે. જાણો નવું ટાઈમ ટેબલ અને અગત્યની સૂચનાઓ
જેઇઇ એન્ટ્રન્સ એક્ઝામ (JEE Entrance exam) એટલે કે, જેઇઇ એડવાન્સ્ડ 2022 (JEE Advanced)ની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (Indian Institute of Technology) આઈઆઈટી મુંબઈ દ્વારા હવે આ પરીક્ષા 28 ઓગસ્ટ, 2022ના રોજ લેવામાં આવશે. પરીક્ષા આપવા તૈયાર છાત્રો સત્તાવાર વેબસાઇટ Jeeadv.ac.in પર સુધારેલી ડેટશીટ ચકાસી શકે છે.
આ પરીક્ષા કમ્પ્યુટર આધારિત હશે અથવા અથવા સીબીટી મોડમાં લેવામાં આવશે. પ્રવેશ પરીક્ષા 209 કેન્દ્રો પર લેવાનું આયોજન છે. આ પહેલા આ પરીક્ષા 3 જુલાઈએ થવાની હતી. જો કે, જેઇઇ મેઇન્સ 2022 એપ્રિલ અને મેની પરીક્ષા જૂન અને જુલાઈ સુધી મુલતવી રાખ્યા બાદ તારીખમાં સુધારો કરવામાં આવ્યો છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ JEE મેન્સ પરીક્ષા 2022ની તારીખોમાં ફેરફાર કર્યો છે, ત્યારબાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે, JEE એડવાન્સ્ડ પરીક્ષા 2022 (IIT JEE Advanced 2022)ની તારીખો પણ બદલવામાં આવશે. જોકે NTA દ્વારા અત્યારે કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ફેરફારએ પણ ચોક્કસ છે કારણ કે, JEE Mains પરીક્ષા પછી પરિણામ જાહેર થયા પછી વિદ્યાર્થીઓ JEE Endavas પરીક્ષામાં બેસવા માટે પાત્ર બને છે. આવી સ્થિતિમાં JEE મેઇન્સ 2022 ના રિવાઇઝ શેડ્યૂલની તારીખો બદલવામાં આવી છે તેથી સ્વાભાવિક છે કે, JEE એડવાન્સ પરીક્ષાની તારીખો પણ બદલાશે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, IIT બોમ્બે ખૂબ જ ટૂંક સમયમાં JEE એડવાન્સ્ડ 2022 માટે નવી તારીખની જાહેરાત કરશે. અધિકૃત વેબસાઇટ- jeeadv.ac.in. પર ઉમેદવારોએ અપડેટ્સ માટે JEE એડવાન્સ્ડની વેબસાઇટ પર નજર રાખવી જોઈએ.
નવા સુધારેલા જેઇઇ એડવાન્સ શેડ્યૂલ 2022 અનુસાર નોંધણી પ્રક્રિયા 7 ઓગસ્ટ, 2022થી શરૂ થશે. બીજી તરફ પ્રવેશ પરીક્ષાનું પરિણામ 11 સપ્ટેમ્બર, 2022ના રોજ અથવા તે પહેલાં આવે તેવી અપેક્ષા છે.<br />અહીં ઉલ્લેખનીય છે કે, જેઇઇ એડવાન્સ સવાર અને બપોર એમ બે શિફ્ટમાં થશે. પહેલું પેપર સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી લેવામાં આવશે, જ્યારે બીજું પેપર બપોરે 2:30થી 5:30 વાગ્યા સુધી લેવામાં આવશે
જેઈઈ એડવાન્સના શેડ્યુલ મુજબ પ્રોવિઝનલ આન્સર કી 3 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવશે. ઉમેદવારો 3થી 4 સપ્ટેમ્બર દરમિયાન પ્રોવિઝનલ આન્સર કી પર વાંધા ઉઠાવી શકે છે. ફાઈનલ આન્સર કી અને પરિણામ 11 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. પ્રવેશ પરીક્ષા આપવામાં રસ હોય તેવા છાત્રોએ પોતાનું રજિસ્ટ્રેશન એડમિટ કાર્ડ, પરીક્ષાની તારીખ, આન્સર કી, પરિણામ અને વધુ માટે નવું સુધારેલ શેડ્યૂલ તપાસી લેવું જોઈએ.
જેઇઇ એડવાન્સ્ડ 2022 માટે રજિસ્ટ્રેશન - 7 ઓગસ્ટ, 2022, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ - 11 ઓગસ્ટ, 2022, ફી ભરવાની છેલ્લી તારીખ - 12 ઓગસ્ટ, 2022, એડમિટ કાર્ડ ડાઉનલોડ -- 23 ઓગસ્ટ, 2022, પરીક્ષાની તારીખ - 28 ઓગસ્ટ, 2022, પ્રોવિઝનલ આન્સર કીની રિલીઝ - 1 સપ્ટેમ્બર, 2022, અંતિમ આન્સર કી - 11 સપ્ટેમ્બર, 2022
આ પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ oSAA પ્રવેશ માટે કાઉન્સેલિંગ પ્રક્રિયા શરૂ થશે. પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો દેશભરની વિવિધ આઈઆઈટીમાં પોતાની નોંધણી કરાવી શકે છે. તે ઉપરાંત વિવિધ એનઆઇટીમાં જેઇઇ મેઇન ક્વોલિફાઇડ ઉમેદવારોની પ્રવેશ પ્રક્રિયા પણ પરિણામ જાહેર થયા બાદ થશે.
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો