ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (IISSER)માં એડમિશન મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચનાઓ
IISER Admission Test 2022: IISER
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (IISSER)માં એડમિશન મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચનાઓ
રજિસ્ટ્રેશનથી લઈને એડમિશન સુધીની પ્રોસેસ
એપ્લિકેશન
ફોર્મ કેવી રીતે ભરવું? - IISERની સત્તાવાર વેબસાઇટ iiseradmission.inની
મુલાકાત લો. - હવે IISER રજિસ્ટ્રેશન 2022 લિંક પર ક્લિક કરો અને પ્રક્રિયા
પૂર્ણ કરો. - IISERના અરજી ફોર્મ ભરવા માટે ફાળવેલ ઓળખપત્રોની મદદથી આગળ
વધો. - ઓનલાઇન મોડમાં એપ્લિકેશન ફીની ચૂકવણી કરો. - હવે પ્રીવ્યુ કરી અરજી
ફોર્મ સબમિટ કરો અહીં ઉલ્લેખનીય છે કે, ક્વોલિફાઇંગ પરીક્ષામાં ગુણની
આવશ્યકતાની વિગતો વેબસાઇટમાં આપવામાં આવી છે. તદુપરાંત, અરજદારે આવશ્યક
લાયકાત માપદંડ મુજબ ખરું ઉતરવું જરૂરી છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (Indian Institute of Science Education and Research) એડમિશન ટેસ્ટ માટે રાહ જોવાઇ રહી હતી. ત્યારે બેરહામપુર, ભોપાલ, કોલકાતા, મોહાલી, પૂણે, તિરુવનંતપુરમ અને તિરુપતિમાં IISERs દ્વારા ઓફર કરવામાં આવતા વિવિધ ડિગ્રી અને ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (IISERs) એડમિશન ટેસ્ટ (Admission test) આગામી 3 જુલાઈ, 2022ના રોજ યોજાશે. આ માટે વિદ્યાર્થીઓ 25 એપ્રિલથી 20 મેની વચ્ચે તેમની અરજીઓ ઓનલાઇન સબમિટ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓ યોગ્યતાના માપદંડ, પ્રવેશના નિયમો, માર્કિંગ સ્કીમ, અભ્યાસક્રમ, અગાઉની પરીક્ષાના પ્રશ્નપત્રો વગેરે વિશે વધુ વિગતો સત્તાવાર વેબસાઇટ http://www.iiseradmission.in/ પરથી મેળવી શકે છે.
માર્કિંગ સિસ્ટમમાં થયો ફેરફાર : જોઈન્ટ એડમિશન કમિટી 2022એ આ વર્ષે માર્કિંગ સ્કીમમાં ફેરફારની જાહેરાત કરી છે. આ ફેરફારમાં નવી માર્ગદર્શિકા મુજબ દરેક સાચા જવાબને 3 ગુણ આપવામાં આવશે. જ્યારે દરેક ખોટા જવાબને - 0.75 માર્ક આપવામાં આવશે અને જવાબ ન આપ્યા હોય તેવા પ્રશ્નોને 0 માર્ક આપવામાં આવશે.
કયા અભ્યાસક્રમો થાય છે ઓફર? : નોંધનીય છે કે, IISERs જૈવિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, પૃથ્વી અને આબોહવા વિજ્ઞાન, પૃથ્વી અને પર્યાવરણ વિજ્ઞાન, આર્થિક વિજ્ઞાન, એન્જિનિયરિંગ વિજ્ઞાન, ભૌગોલિક વિજ્ઞાન, ગાણિતિક વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન વગેરે જેવા વિવિધ વિષયોમાં અભ્યાસક્રમો ઓફર કરે છે.
મહત્વની તારીખો : IISER માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા આગામી તા. 25મીથી શરૂ થશે. આ પ્રક્રિયા હેઠળ અરજી કરવાની છેલ્લી તારીખ 20 મે 2022 છે. જ્યારે પરીક્ષાની તા. 3 જુલાઈ નક્કી કરવામાં આવી છે. જાન્યુઆરી 2022 પ્રવેશ પરીક્ષાઓ માટે નોંધણી કરાવવા માટે ઉમેદવારોએ 1,000 રૂપિયાની અરજી ફી ભરવાની રહેશે. બંને પરીક્ષાઓની પ્રવેશ પરીક્ષા 8 મે, 2022ના રોજ લેવાનું નક્કી છે.