Type Here to Get Search Results !

ICSI CSEET July 2022 માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા

 

ICSI CSEET July 2022 માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા

 

ICSI CSEET July 2022

ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા (CSEET) દ્વારા કંપની સેક્રેટરી એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ (ICSI) જુલાઈ માટેના રજિસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યા છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી પ્રક્રિયાના આધારે નોંઘણી કરાવી શકે છે.

 

ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા (CSEET) દ્વારા કંપની સેક્રેટરી એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ (ICSI) જુલાઈ (2022) સત્ર માટે નોંધણી પ્રક્રિયા (registration process for the CSEET) શરૂ કરવામાં આવી છે. CSEET માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15 જૂન, 2022 છે. જેથી રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ icsi.eduની મુલાકાત લઈને પ્રવેશ પરીક્ષા માટે નોંધણી (register for the entrance test) કરાવી શકે છે. શેડ્યૂલ મુજબ, ICSI CSEET પરીક્ષા આ વર્ષે 9 જુલાઈએ લેવામાં આવશે.

ICSI CSEETની પરીક્ષાઓ માટે નોંધણી કરતી વખતે વિદ્યાર્થીઓએ નામ અને લાયકાત જેવી મુખ્ય વિગતો સબમિટ કરવાની રહેશે અને જરૂરિયાત મુજબ આવશ્યક દસ્તાવેજો પણ અપલોડ કરવાના રહેશે. આ દસ્તાવેજોમાં ધોરણ 10 અને 12ના પ્રમાણપત્રો, જન્મનો દાખલો, ફી મુક્તિ માટે કેટેગરીના ઓળખપત્રો અને સહીઓ તથા ફોટોગ્રાફ્સની સ્કેન કરેલી નકલોનો સમાવેશ થાય છે.

લાયકાતના માપદંડ  :  લઘુત્તમ યોગ્યતા: સિનિયર સેકન્ડરી (10+2) અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરી ચૂકેલા અથવા પરીક્ષા આપી ચૂક્યા હોય તેવા ઉમેદવારો પ્રવેશ પરીક્ષા આપવા માટે લાયક ઠરે છે.     CSEETમાંથી મુક્તિ: ICSIનો ફાઉન્ડેશન પાસ - ICMAIનો ફાઇનલ પાસ ધરાવતા ઉમેદવાર - ગ્રેજ્યુએટ્સ (50 ટકા ગુણ ધરાવતા) - પોસ્ટ ગ્રેજ્યુએટ્સ CS એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં સીધો પ્રવેશ લેવા માટે પાત્ર છે. ત્રો અને સહીઓ તથા ફોટોગ્રાફ્સની સ્કેન કરેલી નકલોનો સમાવેશ થાય છે.

અરજીની ફી  : સામાન્ય અને ઓબીસી વર્ગના ઉમેદવારોનએ 1000 રૂપિયા ફી ચૂકવવી પડશે. જ્યારે ICSIના કર્મચારીઓના જીવનસાથીઓએ 250 રૂપિયા ચૂકવવાની રહેશે. એસ.ટી., એસ.સી.માંથી આવતા, સંરક્ષણના નિવૃત્ત કે સેવા આપતા કર્મચારીઓ સહિત અન્ય લોકોએ 500 રૂપિયા ચૂકવવા પડશે. આ બાબતે વધુ વિગતો અને અપડેટ્સ માટે ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટ પર સમયાંતરે તપાસ કરવાની સલાહ આપવામાં આવે છે.

પરીક્ષા માટે આવી રીતે કરો અરજી : સ્ટેપ 1: icsi.eduની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ. સ્ટેપ 2: હોમપેજ પર ઉપલબ્ધ CSEET July 2022 session registration લિંક પર ક્લિક કરો. સ્ટેપ 3: અહીં ઉમેદવારોએ યોગ્ય રીતે ડોક્યુમેન્ટ અપલોડ કરવા, જરૂરી ફીની ચૂકવણી કરવી અને છેલ્લે ફોર્મ સબમિટ કરવું પડશે. સ્ટેપ 4: ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટઆઉટ કાઢી લો.    

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.