Type Here to Get Search Results !

CBSE Board Exam 2022, CBSE Math Exam Tips

CBSE Board Exam 2022 મેથ્સ અને અંગ્રેજી વિષયની તૈયારી કઈ રીતે કરવી પરીક્ષા માટે ખુબજ મહત્વની ટિપ્સ

 CBSE Board Exam 2022, CBSE Math Exam Tips: 

CBSE ટર્મ 2ની પરીક્ષા (CBSE Term 2 Exam)ને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. એવામાં નવી પરીક્ષા પેટર્ન અનુસાર તમારી તૈયારીમાં સુધારો કરવો જરૂરી છે. CBSE બોર્ડ પરીક્ષા 2022 (CBSE Board Exam 2022) નવી શિક્ષણ નીતિ 2020 (New Education Policy 2020) હેઠળ લેવામાં આવી રહી છે. આમાં પરીક્ષાની પેટર્ન સબ્જેક્ટિવ રાખવામાં આવશે. તમારી માહિતી માટે અમે તમને જણાવીએ કે CBSE ટર્મ 1 પરીક્ષાની પેટર્ન ઓબ્જેક્ટિવ હતી. (CBSE Exam Pattern).

CBSE ટર્મ 2 (CBSE Term 2 Exam) ની પરીક્ષા 26 એપ્રિલ 2022 થી શરૂ થઈ રહી છે ત્યારે સોશિયલ મીડિયા અને આઉટિંગ્સ વગેરેથી કટ ઓફ થઈને તમારા અભ્યાસ પર તમામ ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું રહેશે. (CBSE Exam Tips). મોટાભાગના વિદ્યાર્થીઓ ગણિત વિષયથી ખૂબ ડરે છે. જો તમે પણ તેમાંના એક હો અને ગણિત વિષય માટે વધુ સારી તૈયારી કરવા માંગતા હો તો આ ટિપ્સ (CBSE Math Exam Tips) તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે.

1- NCERT પુસ્તકો મારફતે CBSE ગણિત પરીક્ષાની તૈયારી કરો. NCERT પુસ્તકો ખૂબ જ સરળ ભાષામાં છે. પુસ્તકમાં આપેલા દરેક પ્રશ્નનું નિરાકરણ કરો.

2- ગણિત વિષયની તૈયારી કરતી વખતે ટાઇમ મેનેજમેન્ટ (Time Management) ની કળા સમજવી ખૂબ જ જરૂરી છે. આ માટે મોક ટેસ્ટ (CBSE Mock Test) આપો અને પાછલા વર્ષના પેપર સોલ્વ કરો.

3- ગણિતના તમામ પ્રશ્નો સૂત્ર પર આધારિત છે. તમે તેમની જેટલી વધુ પ્રેક્ટિસ કરશો તેટલા સારા માર્ક્સ તમને પરીક્ષામાં મળશે. (Math Exam Tips).

4- યાદ રાખવા માટેના તમામ ફોર્મ્યુલાની યાદી બનાવો અને તેને તમારા રૂમની દિવાલ પર ચોંટાડી દો. આમ કરવાથી રૂમમાં આવતા-જતા તેના પર નજર જશે અને તે રીતે મગજમાં યાદ રહી જશે.

બોર્ડની પરીક્ષામાં તણાવમુક્ત રહેવા માટે આ ટિપ્સને અનુસરો

1- કોઈ પણ પ્રકારના માનસિક તણાવ સાથે બોર્ડની પરીક્ષાની તૈયારી ન કરવી જોઈએ.

2- વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ પરીક્ષાના પરિણામ વિશે તેમની વિચારસરણી હકારાત્મક રાખે.

3- મનને સકારાત્મક અને શાંત રાખવા માટે યોગ કરો. આ માટે ધીમા ઊંડા શ્વાસ લો અને શ્વાસને 1-2 સેકન્ડ સુધી રોકી રાખો. ધીમે ધીમે શ્વાસ બહાર કાઢો.

4- બાળકોના માતા-પિતાએ પણ આ સમયે તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ.

5- બોર્ડની પરીક્ષાની તૈયારી કરતી વખતે પૂરતી ઊંઘ લો અને તમારી દિનચર્યા નિયમિત રાખો.

6- અભ્યાસ, રમતગમત અને મનોરંજન માટે એક નિશ્ચિત ટાઈમ ટેબલ બનાવો.

7- જે વિષયની તમે સારી રીતે તૈયારી કરી હો તેના કોઈપણ પ્રકરણો રિવાઇઝ કરો. જે વિષયો સહેલાઈથી ન સમજાતા હોય તેના માટે નિષ્ણાતનું માર્ગદર્શન લો.

8- પૌષ્ટિક અને સંયમિત ભોજનની ટેવ પાડો. પોતાના પર વધારે દબાણ ન કરો.

 દેશમાં કોરોના વાયરસના સંક્રમણ (Covid-19)ની સ્થિતિને ધ્યાનમાં રાખતા CBSE બોર્ડ 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓ (CBSE Board 10th 12th Exam 2022) બે ટર્મમાં આયોજિત કરી રહ્યું છે. CBSE ટર્મ 2ની પરીક્ષા 26 એપ્રિલ 2022થી શરૂ થશે. આ વર્ષે CBSE બોર્ડની ધોરણ 10ની પરીક્ષા 24 મે સુધી અને ધોરણ 12ની પરીક્ષા 15 જૂન સુધી ચાલશે. CBSE બોર્ડ ઈંગ્લિશ પેપર (CBSE Board English Paper)ને લઈને કોઈપણ વિદ્યાર્થીએ ગભરાવું જોઈએ નહીં.

કેટલાક વિષયો સ્કોરિંગ (Scoring Subjects) માનવામાં આવે છે. જો એ વિષયોના બેઝિક્સ ક્લિયર હોય તો તમે બોર્ડની પરીક્ષામાં ખૂબ સારા માર્ક્સ મેળવી શકો છો. આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓએ ઈંગ્લિશ પેપરની તૈયારી કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. અહીં જણાવેલી ટિપ્સથી તમે અંગ્રેજી પેપરમાં ખૂબ જ સરળતાથી સારા માર્ક્સ સ્કોર કરી શકો છે.

1- અંગ્રેજી વિષયને લઈને એ ધારણા ખોટી છે કે તે ખૂબ જ અઘરો વિષય છે. તેને પણ અન્ય વિષયોની જેમ સરળ સમજીને તૈયારી કરો.

2- અંગ્રેજી વિષયના દરેક ચેપ્ટરને ખૂબ ધ્યાનથી વાંચો અને સમજો જેથી પેપરમાં કોઈપણ ચેપ્ટરની વચ્ચેથી કોઈ પ્રશ્ન આવે તો તમે મૂંઝાઈ ન જાઓ.

3- લોકલ અને ગ્લોબલ કોમ્પ્રિહેન્શનની પ્રેક્ટિસ જરૂર કરો. તે ખૂબ જ મહત્વપૂર્ણ ટોપિક માનવામાં આવે છે.

4- CBSE બોર્ડના મોડેલ પેપર્સ અને સેમ્પલ પેપર્સ સોલ્વ કરીને તમારી તૈયારીનું મૂલ્યાંકન કરો.

5- લેટર, એડવર્ટાઈઝિંગ અને નોટિસ વગેરેની લેખિત પ્રેક્ટિસ કરો. રિવિઝન દરમિયાન પણ તેમને તેના સેટ ફોર્મેટમાં જ લખો.

બોર્ડની પરીક્ષામાં તણાવમુક્ત રહેવા માટે આ ટિપ્સને અનુસરો

1- કોઈ પણ પ્રકારના માનસિક તણાવ સાથે બોર્ડની પરીક્ષાની તૈયારી ન કરવી જોઈએ.

2- વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ પરીક્ષાના પરિણામ વિશે તેમની વિચારસરણી હકારાત્મક રાખે.

3- મનને સકારાત્મક અને શાંત રાખવા માટે યોગ કરો. આ માટે ધીમા ઊંડા શ્વાસ લો અને શ્વાસને 1-2 સેકન્ડ સુધી રોકી રાખો. ધીમે ધીમે શ્વાસ બહાર કાઢો.

4- બાળકોના માતા-પિતાએ પણ આ સમયે તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ.

5- બોર્ડની પરીક્ષાની તૈયારી કરતી વખતે પૂરતી ઊંઘ લો અને તમારી દિનચર્યા નિયમિત રાખો.

6- અભ્યાસ, રમતગમત અને મનોરંજન માટે એક નિશ્ચિત ટાઈમ ટેબલ બનાવો.

7- જે વિષયની તમે સારી રીતે તૈયારી કરી હો તેના કોઈપણ પ્રકરણો રિવાઇઝ કરો. જે વિષયો સહેલાઈથી ન સમજાતા હોય તેના માટે નિષ્ણાતનું માર્ગદર્શન લો.

8- પૌષ્ટિક અને સંયમિત ભોજનની ટેવ પાડો. પોતાના પર વધારે દબાણ ન કરો.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.