Type Here to Get Search Results !

cbi-central-bureau-of-investigation-officer-eligibility

 

CBI ઓફિસર કેવી રીતે બનવું?

 

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) માં ઑફિસર તરીકે કામ કરવું એ એક શ્રેષ્ઠ તક છે. જ્યાં તમને સારા પગાર અને બીજા લાભ સાથે એક પ્રતિષ્ઠિત સરકારી નોકરી મળે છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન(CBI) ત્રણ રીતે યોગ્ય ઉમેદવારોનું રીક્રુટમેન્ટ કરે છે. વિભાગીય સ્પર્ધાત્મક પરીક્ષા (Departmental Competitive Examination), SSC CGL પરીક્ષા, અને UPSC સિવિલ સર્વિસીઝ પરીક્ષા (UPSC Civil Services Exam). CBI ઓફિસરની જોબ પ્રોફાઈલ ભારતમાં હાઈ-પ્રોફાઈલ કેસોની તપાસ કરવાની છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન એ ભારતની પ્રમુખ તપાસ એજન્સી છે. તે ભારત સરકારના Ministry of Personnel, Public Grievances and Pensionsના અધિકારક્ષેત્ર હેઠળ કાર્ય કરે છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની 7 શાખાઓ છે. દરેક શાખા ચોક્કસ પ્રકારની તપાસમાં નિષ્ણાત છે.

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની 7 શાખાઓ

ભ્રષ્ટાચાર વિરોધી વિભાગ

સ્પેશિયલ ક્રાઈમ ડિવિઝન

આર્થિક અપરાધ વિભાગ

નીતિ અને ઇન્ટરપોલ સહકાર વિભાગ

ડિવિઝન ઓફ એડમિનિસ્ટ્રેશન (વહીવટ)

ડાઇરેક્ટોરેટ ઑફ પ્રોસિક્યુશન ડિવિઝન

સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી માટે વિભાગ

ભારતના સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનનો ભાગ બનવું ખૂબ જ મુશ્કેલ છે. આ પ્રતિષ્ઠિત સંસ્થા માટે પસંદગી પામવા માટે ઉમેદવાર શારીરિક અને માનસિક બંને રીતે ફિટ હોવો જોઈએ

SSC CGL પરીક્ષા દ્વારા સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) માં સબ-ઇન્સ્પેક્ટર (SI) ની ભરતી

20થી 30 વર્ષની વય જૂથના ઉમેદવારો SSC CGL પરીક્ષા દ્વારા સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) માં સબ-ઇન્સ્પેક્ટર (SI) પોસ્ટ માટે અરજી કરી શકે છે. CBIમાં સબ-ઇન્સ્પેક્ટર (SI) માટેની શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટી અથવા સમકક્ષ કોઈપણ વિદ્યાશાખામાંથી સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે. તેથી 20 થી 30 વર્ષની વચ્ચેની વયના સ્નાતકો આ પોસ્ટ માટે અરજી કરી શકે છે.

 

CBI સબ-ઇન્સ્પેક્ટર રિક્રુટમેન્ટની વિગતો

પોસ્ટનું નામ: Sub-Inspector in Central Bureau of Investigation (SI in CBI)

વેબસાઈટ: ssc.nic.in

પે સ્કેલ : રૂ.4600ના ગ્રેડ પે સાથે 44900થી 142400 તેમજ 7મા પગારપંચ પ્રમાણે એલાઉન્સ

વયમર્યાદા : 20થી 30 વર્ષની વચ્ચે

મહત્તમ વયમર્યાદામાં છૂટ :OBC -3 વર્ષ , SC/ST-5 વર્ષ , PwD + Gen- 10 વર્ષ , PwD + OBC-13 વર્ષ, PwD + SC/ST- 15 વર્ષ

શૈક્ષણિક લાયકાત : કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક

સિલેક્શન પ્રક્રિયા :SSC CGL 2021-22

શારીરિક માપદંડ : ઊંચાઈ -પુરુષો માટે 165 સેમી , સ્ત્રીઓ માટે 150 સેમી

ચેસ્ટ - પુરુષો માંટે 76 સેમી, સ્રીઓ માટે નિયમ નથી

વિઝન- એક આંખ માં 6/6, અને બીજી આંખમાં 6/9

પોસ્ટિંગ : મોટેભાગે CBI હેડક્વાર્ટર દિલ્હી અથવા કોઈ પણ મેટ્રો સિટી. જેમ કે દિલ્હી, મુંબઈ કે કોલકાતા

ટ્રેનિંગ : કુલ 59 અઠવાડિયાની ટ્રેનિંગ જેમાં 42 અઠવાડિયાની તાલીમ CBI એકેડમી, ગાઝિયાબાદ ખાતે યોજવામાં આવે છે.

UPSC સિવિલ સર્વિસ પરીક્ષા (IPS) દ્વારા CBI ઓફિસરની ભરતી

CBI ઓફિસર (ગ્રુપ A) ની ભરતી UPSC સિવિલ સર્વિસ પરીક્ષા દ્વારા કરવામાં આવે છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) IAS, IPS, IFS અને અન્ય સંલગ્ન સેવાઓ સહિત ભારતની સિવિલ સેવાઓમાં યોગ્ય ઉમેદવારોની નિમણૂક કરે છે. UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષામાં ત્રણ તબક્કાઓનો સમાવેશ થાય છે જેમ કે UPSC પ્રિલિમ્સ, UPSC મેઈન અને UPSC ઇન્ટરવ્યૂ.

UPSC સિવિલ સર્વિસ પરીક્ષા (IPS) દ્વારા CBI ઓફિસરની ભરતી માટેની વિગતો

પોસ્ટનું નામ: CBI Officer (Group A)

વેબસાઈટ: upsc.gov.in

પે સ્કેલ : પ્રારંભિક 56100 તેમજ 7 માં પગારપંચ પ્રમાણે એલાઉન્સ

વયમર્યાદા : ઉમેદવારની ઉંમર 21 વર્ષથી ઓછી અને 32 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

મહત્તમ વયમર્યાદામાં છૂટ : OBC -3 વર્ષ , SC/ST-5 વર્ષ, સૈન્યના ઉમેદવાર -3 વર્ષ, ex સર્વિસમેન- 5 વર્ષ

શૈક્ષણિક લાયકાત : કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક

સિલેક્શન પ્રક્રિયા : UPSC

પોસ્ટિંગ : મોટેભાગે CBI હેડક્વાર્ટર દિલ્હી અથવા કોઈ પણ મેટ્રોસિટી. જેમ કે દિલ્હી, મુંબઈ કે કોલકાતા

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.