શેર વેચાણ સોદા માટે ડિમેટ એકાઉન્ટમાં બ્લોક મેકેનિઝમ ૧૪ નવેમ્બરથી ફરજિયાત : સેબી
મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ(સેબી) ઈન્વેસ્ટરો માટે શેરોના વેચાણના સોદાવ્યવહારો માટે તેમના સંબંધિત ડિમેટ એકાઉન્ટસપરસિક્યુરિટીઝને બ્લોક કરવાનું ફરજિયાત કર્યું છે. અત્યારે આ સુવિધા રોકાણકારો માટે વૈકલ્પિક છે.
વૈકલ્પિક સુવિધા ફરજિયાત બની : વેચાણના વ્યવહારો માટે ઈન્વેસ્ટરોનેડિમેટ એકાઉન્ટસ પર સિક્યુરિટીઝને બ્લોક કરાશે
સેબીએ એક પરિપત્રમાં જણાવ્યું છે કે, વેચાણના વ્યવહારો હાથ ધરતા ગ્રાહકોના ડિમેટ ખાતાઓમાં બ્લોક મેકેનિઝમ ૧૪,નવેમ્બરથી ફરજિયાતબનશે. મેકેનિઝમ હેઠળ વેચાણ વ્યવહાર એટલે કે સોદા કરવા ઈચ્છતાક્લાયન્ટના શેરો સંબંધિતક્લિયરીંગ કોર્પોરેશનની તરફેણમાં ક્લાયન્ટના ડિમેટ એકાઉન્ટમાં બ્લોક કરવામાં આવશે. તંત્રએ જુલાઈમાં બ્લોક મેકેનિઝમનો ખ્યાલ રજૂ કરવાનું નક્કી કર્યું હતું. જેમાં રોકાણકારોને ૧,ઓગસ્ટથી વેચાણ વ્યવહારો માટે તેમના સંબંધિત ડિમેટ એકાઉન્ટસમાં સિક્યુરિટીઝને બ્લોક કરવાનો વિકલ્પ મળે છે. પ્રારંભિક પેઈન પદ્ધતિનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. આ વિકલ્પ હેઠળ ક્લાયન્ટના ડિમેટ ખાતામાંથી ક્લિયરીંગ કોપા.સંબંધિત ખાતામાં શેર ટ્રાન્સફર કરવામાં આવે છે. જો વેચાણસોદોવ્યવહાર પ્રારંભિક પેઈન મેકેનિઝમ હેઠળ પાર પડતો નથી, તો તે શેર ક્લાયન્ટના ખાતામાં પરત કરવામાં આવે છે અને પ્રક્રિયામાં સમય લાગે છે અને તેમાં ખર્ચ સામેલ હોય છે. ડિપોઝિટરીઝ, ક્લિયરીંગ કોર્પોરેશનો અને સ્ટોક એક્સચેન્જો સાથે વ્યાપક પરામર્શ કર્યા બાદ અને બ્લોક મેકેનિઝમના ફાયદાઓને ધ્યાનમાં લીધા પછી, સેબીએ હવે આ નિર્ણય લીધો છે કે તમામ પેઈન વ્યવહારો માટે બ્લોક મેકેનિઝમની સુવિધા ફરજિયાત રહેશે. જો વેચાણ વ્યવહાર પૂર્ણન થાય તો, શેર ક્લાયન્ટના ડિમેટ ખાતામાં જ રહેશે અને ટી(ટ્રેડીંગ) દિવસના અંતે અનબ્લોક કરવામાં આવશે. શેરનું બ્લોકિંગ સમયના ધોરણે થશે.ડિપોઝિટરીઝ અને ક્લિયરીંગ કોર્પોરેશનોએ સિક્યુરિટી માર્કેટમાં ક્લાયન્ટસ માટે બ્લોક મેકેનિઝમ ઉપલબ્ધ કરાવવા માટેસહભાગીઓઅથવા મેમ્બરોદ્વારા યોગ્ય સિસ્ટમ મૂકવી પડશે. બ્લોક મેકેનિઝમ હેઠળ ક્લાયન્ટના ડિમેટ ખાતામાં પડેલી સિક્યુરિટીઝને ક્લાયન્ટ દ્વારા ડિપોઝિટરીની ઓનલાઈન સિસ્ટમ અથવા ઈડીઆઈએસ આદેશનોઉપયોગકરીનેઅથવાક્લાયન્ટઅથવા પાવર ઓફ એટર્ની દ્વારા આપવામાં આવેલા ફિઝિકલ ડીઆઈએસ(ડિલિવરી ઈન્સ્ટ્રકશન સ્લિપ)ના આધારેડિપોઝિટરીસહભાગીદ્વારા બ્લોક કરવામાં આવશે.